ઉકાઇ ડેમ ૧૩ વર્ષ બાદ ૩૪૫ ફૂટ ભરાયો

Wednesday 09th October 2019 07:37 EDT
 

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ૨૦૦૬ બાદ પ્રથમવાર તેની ૩૪૫ ફૂટની સપાટી કુદાવતાં પ્રદેશની જનતાને લાંબા સમય સુધી પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. ગુજરાતભરમાં ચાલુ સિઝનમાં પુષ્કળ વરસાદ પડ્યો છે. સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ ગત વર્ષની સરખામણીએ વરસાદ સારો પડતાં નદી, નાળા, ડેમો છલકાયા છે. એ જ રીતે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લાના ઉકાઈસ્થિત ઉકાઇ ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે. ઉકાઈ ડેમની સોમવારે સાંજે ૫ વાગ્યે સપાટી ૩૪૫.૦૨ ફૂટ નોંધાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter