અમદાવાદઃ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)ની ૯૦મી એજીએમ ‘ઈન્ડિયન બિઝનેસ ઈન એ ન્યુ ઈન્ડિયા થીમ હેઠળ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાઈ હતી. જેના સેશનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ફિક્કીના વિદાય લઈ રહેલા પ્રમુખ (ચેરમેન ઝાયડસ કેડિલા) પંકજ પટેલે જણાવ્યું હતું કે અગ્રગણ્ય સંસ્થાઓ જેવી આઈએમ, રેટિંગ એજન્સી મૂડીઝ વગેરેએ બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે ભારતના ઓલરાઉન્ડ અને મલ્ટી સેક્ટરલ સુધારા એજન્ડાએ પરિણામો આપવાની શરૂઆત કરી દીધી છે. ઉચ્ચ વિકાસ માટે ઈકોનોમીનું સ્ટેજ તૈયાર થઈ ગયું છે. ખપત અને એક્સપોર્ટ બંને વધવાની સાથે તેના ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા તૈયાર થઈ છે.