ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ

Wednesday 12th June 2019 06:20 EDT
 

ગાંધીનગરઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિત રાજ્યમાં પાંચમીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૦.૩૪થી ૧૦.૩૬ કલાકની વચ્ચે ૪ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા લાગતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ૪.૩ની તીવ્રતાનો આંચકો હોવાનું આઇએસઆર આધિકારીક વેબસાઇટ પર બતાવ્યું કે, ૧૦.૩૧એ આવેલા ભૂકંપનો એપી સેન્ટર અંબાજીથી ૨૪ કિમી દૂર ભાયલા ગામે નોંધાયું હતું. જમીનની ૩.૧ કિમી અંદર હતું. જોકે ભૂકંપની કોઈ જાનહાનિના અહેવાલ નથી. બનાસકાંઠાના પાલનપુર, દાતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડીસા સહિત સાબરકાંઠા અરવલ્લીના હિંમતનગર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૧૦.૩૧ કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાટથી ઘરની બહાર નીકળી ગયા હતા. પાલનપુરમાં ફ્લેટમાં રહેતા લોકોમાં થોડો ડર વધારે દેખાતો હતો. જોકે ૩-૪ સેકન્ડ પછી લોકોએ થોડી રાહત અનુભવી હતી અને અડધો કલાક પછી લોકો પાછા ઘરની અંદર ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter