અમૂલ હવે ફ્રેન્ચ ફ્રાઈસ અને આલુ કી ટિક્કીની પણ વિક્રેતા

Thursday 23rd November 2017 00:49 EST
 
 

અમદાવાદઃ દૂધ અને દૂધની બનાવટમાં એકચક્રી શાસન ભોગવતું અમૂલ હવે ફ્રેન્ચ ફ્રાઈસ અને આલુ કી ટિક્કી પણ વેચશે. અમૂલ પરંપરાગત બિઝનેસ સિવાયના વ્યવસાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કહેવાય છે કે, ટૂંક સમયમાં અમૂલની આ બંને પ્રોડક્ટ બજારમાં આવી જશે.
દૂધ, દૂધનો પાઉડર, આઈસક્રીમ, ચોકલેટ, શ્રીખંડ, પિત્ઝા ઉપરાંત અમૂલે હવે ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં આગળ વધતાં આ બંને રેસિપી વેચવાનું જાહેર કર્યું છે. બટેટાના મથક સમાન ઉત્તર ગુજરાતના ડીસા અને આજુબાજુના ગામડાંમાં બે હજાર ખેડૂતો પાસેથી અમૂલ સીધા જ બટેટાની ખરીદી કરશે તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે શરૂઆતમાં બટેટામાંથી વિવિધ ૫૦ હજાર મેટ્રિક ટન પ્રોડ્ક્ટ બનાવવામાં આવશે. ફ્રેન્ચ ફ્રાઈસ અને આલુ કી ટિક્કી બનાવવા માટેની પ્રોસેસિંગની સુવિધા મહેસાણામાં ઊભી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં ડીસા એ બટેટાની ખેતીનું સૌથી મોટું હબ છે. આ વિસ્તારમાં જ કેનેડાની ફૂડ પ્રોસેસ કરતી કંપની મેક્કેઈને ઘણા સમયથી પ્રોસેસિંગ યુનિટો રાખ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter