એક અનોખું ગામ, એકલા વીરપુર ગામના મત મેળવવા માટે ‘૨૪ રાજ્ય’ ફરવું પડે

Wednesday 17th April 2019 08:13 EDT
 

હિંમતનગરઃ હિંમતનગરને અડીને આવેલા વીરપુર ગામના ૨૪ વિસ્તારોને ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરિવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે. આમ ૨૩મી એપ્રિલે ‘૨૪ રાજ્યો’ના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે.
વીરપુર ગામમાં મોમીન સમાજ અને અનુસૂચિત જાતિના લોકોની મહત્તમ સંખ્યા છે. અહીં કોઈ જાતિ, ધર્મ, સમાજનો ભેદભાવ જોવા મળતો નથી. ગામમાં પ્રવેશતાની સાથે જ જોવા મળે છે અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામવાળા મહોલ્લા. અહીંના ફળિયા આ નામથી જ ઓળખાય છે. કાશ્મીરથી લઈને કેરળ અને ગુજરાતથી લઈ મિઝોરમ સુધીના ૨૪ જેટલા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશના નામ આપવામાં આવ્યા છે.
ગામના ફારુક ખણુશીયા જણાવે છે કે અમે નક્કી કર્યું હતું કે કોઈ નેતા કે ધર્મના નામે ઓળખ સીમીત કરવી નથી. ત્યાર બાદ ચર્ચાને અંતે ફળિયા - મહોલ્લાને વિવિધ રાજ્યોના નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે હસતા હસતા કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનો દેશના ૨૪ રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશમાં એક સાથે અહીં પ્રચાર કરવો હોય તો પણ થઈ શકે છે. વીરપુર ગામના લોકોના મત મેળવવા માટે રાજકીય પક્ષોએ ૨૪ રાજ્યોની મુલાકાત લીધા વગર છુટકો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter