કોલીવાડાના શિક્ષકો દ્વારા ફરતી શાળા

Monday 19th October 2020 06:09 EDT
 

પાટણઃ જિલ્લાના સાંતલપુરના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ફરતી શાળા શરૂ કરી છે. કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો રૂગનાથભાઈ તેમજ મનોરંજનભાઈ દ્વારા બાઈક પર ફરતી શાળાનું બોર્ડ ટિંગાડી ફરતી શાળા શરૂ કરી છે. કોલીવાડા પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઈન માધ્યમો જેવા કે મોબાઈલ, ટીવી, વિવિધ યુ ટ્યૂબ ચેનલથી વર્ચ્યુલ ક્લાસથી પણ શિક્ષણ અપાય છે. વળી, જે બાળકો વર્ચ્યુલ ક્લાસમાં મુદ્દાઓ ન સમજી શક્યા હોય તેમને ફરતી શાળાનાં શિક્ષકો દ્વારા રૂબરૂ મૂલ્યાંકન કરી મહોલ્લાઓ અને શેરીઓમાં શિક્ષણ અપાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter