સૂઇગામ: તાલુકાના નવાપુરા ગામના નાગજીભાઇ ચૌધરીનો પુત્ર ભેમજીભાઇ મેડિકલના અભ્યાસ માટે ચીન ગયો હતો. વર્ષ ૨૦૧૧માં અભ્યાસ પૂરો કરીને તે ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન સાથે અભ્યાસ કરતી ચીની યુવતી ડો. ઓછીંગ સાથે પ્રેમ પ્રાંગર્યો હતો અને બંનેએ લગ્નનો નિર્ણય લીધો હતો.
આ વર્ષે ભેમજીભાઈએ લગ્ન પોતાના માદરે વતનમાં કરવાનો પ્રસ્તાવ ઓછીંગ અને બંનેના પરિવારજનો સામે મૂકતાં સૌ રાજી થયા હતા. પરિણામે તાજેતરમાં ઢોલ-શરણાઇ સાથે ભારતીય પરંપરા મુજબ ભેમજીભાઇ પોતાની પ્રેયસી સાથે લગ્નબંધને જોડાયા હતા. આ અનોખા લગ્ન જોવા માટે વણનોતર્યા ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા.