ડીસા પંથકમાં બટાટાની સાથે ફાલસાનું પણ મબલખ ઉત્પાદન

Thursday 07th May 2015 08:52 EDT
 

ડીસા: બટાટાના મબલખ ઉત્પાદન માટે જાણીતા ડીસામાંઉનાળામાં ફાલસાનું પણ મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. બોર જેવું આ ફળ ઉનાળામાં જ બજારમાં આવે છે. વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળનાં અનેક ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવાયા છે. આયુર્વેદ મુજબ ફાલસાને ઉત્તમ અને પૌષ્ટિક છે, ડીસા પંથકના ખેડૂતો પણ ફાલસાની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ડીસામાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સેની છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં ફાલસાનાં ૩, ૦૦૦થી પણ વધુ વૃક્ષો વાવી સારો પાક અને કમાણી મેળવી રહ્યા છે. આ વૃક્ષ માત્ર ૩ વર્ષમાં જ ફળ આપતું થાય છે અને ઉનાળામાં તેની ડાળીએ-ડાળીએ રતુમડા કલરનાં ફાલસા જોવા મળે છે. એક વિકસિત ફાલસાનું વૃક્ષ ઉનાળાની સિઝનમાં પાંચથી છ કિલો ફાલસા આપે છે. ડીસાના ફાલસા છેક મુંબઈ સુધી પહોંચે છે. ફાલસા પ્રતિ કિલો રૂ. ૧૦૦નાં ભાવે વેચાય છે. સામાન્ય રીતે ડીસા બટાટા નગરી તરીકે જાણીતી છે કે, જોકે ખેતીમાં સરળતાથી ઉગતા અને રોગનું ઓછું જોખમ હોવાથી અહીંના ખેડૂતો ફાલસાની મોટાપાયે ખેતી તરફ વળ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter