દિઓદરના ૬૬ વર્ષીય આધેડ દીક્ષા લેશે

Friday 24th April 2015 08:38 EDT
 

દિઓદરઃ દિઓદરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર ૬૬ વર્ષીય દલપતભાઈ ભોગીલાલ દોશી સુરતમાં જગદ્ચંદ્રસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૧૪ મેએ દીક્ષા અંગીકાર કરશે. જે નિમિત્તે તેમના દિઓદરમાં ૨૨ એપ્રિલે વરસીદાન યાત્રા નીકળી હતી. વરઘોડા બાદ દિઓદર જૈન સંઘ દ્વારા મુમુક્ષુનું બહુમાન કરાયું હતું. ‘સાહેબ’ના નામે જાણીતા દલપતભાઈ દોશી ૧૭ વર્ષની વયે પાલનપુરમાં સંયમના ભાવે જાગ્યા બાદ ૨૨ વર્ષથી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ની પ્રેરણાથી ધાનેરામાં તમામને ધાર્મિક શિક્ષણ આપતા હતા. તેમના માર્ગદર્શનમાં અભ્યાસ કરી ચૂકેલા ૬૬ જેટલા સંયમી રત્નો શાસનને અર્પણ કરેલ છે. પ્રૌઢાવસ્થાની પૂર્ણતાએ તેઓ સંયમ માર્ગ અપનાવી ધન્યતા અનુભવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter