બહુચરાજીના રણછોડપુરામાં મસ્જિદનું ઉદઘાટન

Wednesday 18th November 2015 05:52 EST
 

ચાણસ્માઃ બહુચરાજી તાલુકાનું અંતરિયાળ ગામ રણછોડપુરા ગામ કોમી એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પૂરું પાડે છે.  તાજેતરમાં જ રાજસ્થાનના દાતા હાજી મહંમદ ઉમર દાતારીની ઉમદા સખાવતની સાથે સાથે ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક સુંદર કોતરણી ધરાવતી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે.  રણછોડપુરામાં ગામની મધ્યમાં રૂ. પોણા કરોડ રૂપિયાના ખર્ચે આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યંુ છે અને મસ્જિદનું નામ મદીના આપવામાં આવ્યું છે. ૧૫મી નવેમ્બરે મસ્જિદની  ઉદઘાટનવિધિ પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં રણછોડપુરા તેમજ આસપાસના ૧૫થી ૨૦ ગામોના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ અને બહેનોએે એક જ રસોડે ભોજન લઈને આ ગામમાં કોમી એક્તાનું ઉદાહરણ આપ્યું.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter