બે એઈડ્સગ્રસ્ત બાળકોની અચ્છા ફળીઃ એક દિવસ માટે પોલીસ અધિકારી બનાવાયા!

Wednesday 03rd October 2018 08:42 EDT
 
 

હિંમતનગરઃ એઈડ્સ એટલે જીવનનો અંત એવી માન્યતા છે, પણ આ રોગગ્રસ્ત લોકોને પણ અનેક ઈચ્છાઓ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. કમનસીબે તેઓ તેમની ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. આવા સમયે કેટલીક એનજીઓ અને ‘મેક એ વિશ’ નામની સંસ્થા જેની જિંદગીનો કોઈ જ ભરોસો નથી તેવા બિમાર બાળકોની ઈચ્છાઓ પૂરી કરવા આગળ આવતી હોય છે. આવો જ કિસ્સો આજે સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ મથકે બન્યો હતો. જયાં આ જ જિલ્લાની ૧ર વર્ષની બાળકી અને ૧૪ વર્ષના કિશોરે પોલીસ અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરતાં એનજીઓએ ગાંભોઈ પોલીસનો સંપર્ક કરીને બંને બાળકોને એક દિવસના પોલીસ અધિકારી બનાવવામાં આવ્યા હતા અને અધિકારી જેવું જ આદર અને કામગીરી કરવાની તક મળતાં જ બંને બાળકો અત્યંત ખુશખુશાલ થઈ જઈને રોમાંચનો અનુભવ કર્યો હતો. જયારે ગાંભોઈ પોલીસે પણ પુણ્યકાર્ય કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
એઈડ્સગ્રસ્ત વ્યક્તિને લોકો સામાન્ય નજરે જોતા નથી તેવા સંજોગોમાં અમદાવાદની ગેપ ઓર્ગેનાઈઝેશન નામની એનજીઓ દ્વારા એઈડ્સગ્રસ્ત બાળકોને જીવન જીવવાનો નવો અભિગમ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ઼


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter