ભાભર પાસે ભારે પૂરથી રેલવે ટ્રેક ધોવાયો

Wednesday 29th July 2015 07:54 EDT
 
 

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદથી રેલ વ્યવહાર પર માઠી અસર થઇ છે. પાલનપુર-ગાંધીધામ સેક્શન પર ભાભર-મીઠા સ્ટેશનની પાસે આવેલો રેલવે ટ્રેક ભારે પૂરમાં ધોવાઇ જતા પાલનપુર-ગાંધીધામ અને ગાંધીધામ-ધ્રાંગધ્રા રૂટનો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયો છે. આ રૂટ પરની કુલ ૨૦ જેટલી ટ્રેનો રદ થતાં સેંકડો રેલયાત્રિકો રઝળી પડયા છે.
અમદાવાદ-હિંમતનગર ખેડબ્રહ્મા સેક્શનમાં મંગળવારે બપોરથી રેલ વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જ્યારે ભાભર પાસે પૂરના પાણીના કારણે રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. રેલવે તંત્રને જાણ થતાં જ આ રૂટ પરની તમામ ટ્રેનોને અધવચ્ચે રોકી દેવાતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. હાલમાં પાલનપુર-સામખિયાળી અને ધ્રાંગધ્રા-ગાંધીધામ રૂટનો રેલ વ્યવહાર બંધ કરીને તાકિદના ધોરણે ટ્રેકનું સમારકામ હાથ ધરાયું છે. આ બન્ને રૂટ પર રેલવે વ્યવહાર કેટલાક દિવસો લાગી જશે તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter