રાધનપુર નજીકથી વિદેશી હથિયાર મળ્યાં

Wednesday 05th December 2018 05:49 EST
 

પાટણઃ પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યાજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ પહેલી ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી. દારૂ ઝડપવા ગયેલી પોલીસને હાથે મકાનની બાજુમાં આવેલી ઓરડીમાંથી સંતાડેલા હથિયારો મળી આવ્યા હતા. પોલીસને ઓરડીમાંથી ૧પ જેટલી ચાઈના, અમેરિકા, જાપાનની બનાવટની અત્યાધુનિક પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસો સહિત
રૂ. ૧ર.૯૭ લાખની રોકડ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter