વતનપ્રેમનું ઉત્કૃષ્ટ પ્રતીકઃ કડામાં પુસ્તકાલયનું નવનિર્માણ

Wednesday 22nd February 2017 07:24 EST
 
 

વિસનગરઃ તાલુકાના કડા ગામે તાજેતરમાં રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક પુસ્તકાલયનું રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકાલયની વિશેષતા એ છે કે તેનું પુનઃ નિર્માણ હાલ અમદાવાદમાં વસવાટ કરતા, પરંતુ મૂળ કડાના વતની અને જાણીતા શિક્ષણવિદ્ ડો. મફતભાઇ પટેલે કરાવ્યું છે. ૧૦૦ વર્ષ જૂના આ પુસ્તકાલયનું જર્જરિત મકાન ૧૦ વર્ષ પહેલાં ધરાશયી થઇ ગયું હતું. વિદ્યાર્થીઓથી માંડીને વડીલોને પુસ્તકાલયની સુવિધા મળી રહે અને જ્ઞાનની ગંગા વહેતી રહે તેવા ઉદ્દેશથી તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું.

આજે આ પુસ્તકાલય કોમ્પ્યુટર અને વાઇ-ફાઇ સેવાથી સજ્જ છે. પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે ડો. મફતભાઇના પરિવારના સભ્યો - જીવનસાથી તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, દીકરી અનારબહેન પટેલ, જમાઇ માનવ સાધના ટ્રસ્ટના જયેશભાઇ પટેલ સહિત શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજી, ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, વરિષ્ઠ પત્રકાર ભુપતરાય પારેખ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter