વિદ્યાર્થીએ ભંગારમાંથી પાર્ટ્સ શોધી સોલાર કાર બનાવી

Wednesday 28th March 2018 09:26 EDT
 
 

મહેસાણાઃ મેવડ ગામ પાસે આવેલી સરકારી પાવર ઈજનેરી કોલેજમાં એક દિવસીય સેમિનારનું વીસમી માર્ચે આયોજન કરાયું હતું હતું. જેમા મહેસાણા જિલ્લાની ૫૮ જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની શોધ રજૂ કરી હતી. જેમાં સોલારથી બનાવેલા પ્રોજેક્ટ ‘મેગ્નેટ ડિસ્ક’ અને ખેતી માટેનાં સિંચનથી લઈને પ્રત્યારોપણ મશીનોના સંશોધનો અને પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. મેવડ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી મેઘ શાહે સોલારથી ચાલતી કાર સેમિનારમાં રજૂ કરી હતી. આ કાર સમજણા બાળકથી લઈને કોઈ પણ ચલાવી શકે છે. સોલાર સિસ્ટમથી ચાલતી આ કાર ૨૫ની એવરેજ આપે છે. મોડિફાઇડ કરીને બનાવેલી આ કાર કાદવ કીચડ વાળા રસ્તાથી લઈને પથરાળ રસ્તે કે રેતાળ રણમાં પણ ચાલી શકે છે. આ કારની ખાસિયત એ છે કે તે ભંગારમાંથી જુદા જુદા પાટ્‌ર્સને એકત્રિત કરીને બનાવાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter