હિંમતનગરના ચીફ ઓફિસરની લાંચ કેસમાં ધરપકડ

Wednesday 14th November 2018 06:18 EST
 

અમદાવાદ: હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર આશિષકુમાર દરજીએ ફરિયાદી પાસેથી બિલ પાસ કરવા રૂ. ૨.૪૬ લાખની લાંચ માગી હતી જ્યારે સિટી એન્જિનિયર જિજ્ઞેશ ગોરે રૂ. ૧.૨૩ લાખની લાંચ માગી હતી. આ અંગે એસીબીએ ટ્રેપ ગોઠવી ચીફ ઓફિસરને નિરમા યુનિવર્સિટી પાસે ગાડીમાંથી જ્યારે સિટી એન્જિનિયરને તેના થલતેજ સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter