ઉત્તર પ્રદેશ - કેન્દ્ર સરકાર મળીને નક્કી કરશે મંદિરના ટ્રસ્ટીઃ પી. કે. લહેરી

Tuesday 12th November 2019 15:00 EST
 
 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી કહે છે કે સોમનાથ મંદિરના નિર્માણ બાદ તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે નિર્ણય કર્યો કે ચાર ટ્રસ્ટી રાજ્ય જ્યારે ચાર ટ્રસ્ટી કેન્દ્ર સરકાર નીમશે. પ્રારંભે સરદાર પટેલ તેના અધ્યક્ષ બન્યા અને સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી જામ દિગ્વિજયસિંહ, કનૈયાલાલ મુન્શી, દયાશંકર દવે અને કેન્દ્ર સરકાર તરફથી સરદાર પટેલ ઉપરાંત ગંગાપ્રસાદ બિરલા, કાકાસાહેબ ગાડગીલ અને ગુજરાતના તત્કાલીન રિજનલ કમિશનર રેગે રહ્યા. આઠ ટ્રસ્ટીના આ મંડળમાં જગ્યા ખાલી પડે તો નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અંગે પણ ટ્રસ્ટના અન્ય સભ્યો નિર્ણય કરે છે. સોમનાથ ટ્રસ્ટની જેમ અયોધ્યા માટેના ટ્રસ્ટમાં પણ ઉત્તર પ્રદેશ સરકાર ને કેન્દ્ર સરકાર મળીને ટ્રસ્ટીઓ નક્કી કરશે અને ટ્રસ્ટીઓની સંખ્યા નિર્ધારિત થશે. સોમનાથ ટ્રસ્ટ પાસે મંદિર અને સંકુલના વહીવટની તમામ સ્વાયત્તતા છે અને કોઇ સરકારનો હસ્તક્ષેપ રહેતો નથી તેમ રામમંદિરની સ્વાયત્તતા ટ્રસ્ટીઓ પાસે જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter