ઉત્તર પ્રદેશના મહેશ યોગીનો સતત ૫૧ કલાક યોગનો વિક્રમ

Friday 23rd June 2017 03:58 EDT
 
 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં વિક્રમોની વણથંભી વણઝાર રચાઈ હતી. શહેરમાં એક સાથે ૫૪ હજારથી વધુ લોકોએ તો યોગ કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો જ હતો, પરંતુ આ સામૂહિક યોગ નિદર્શન સાથે દેશવિદેશમાં નોંધાયેલા અન્ય વિક્રમ પણ યોગ સાધકોએ તોડ્યા છે. વર્ષ ૨૦૧૬માં કુ. પસમીને સતત ૩૨ કલાક યોગ કરવાનો વિશ્વવિક્રમ કર્યો હતો. તેની સામે આ વખતે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલા મહેશ યોગીએ સતત ૫૧ કલાક યોગ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ જ દિવસે સૌથી લાંબા સમય સુધી શિર્ષાસન કરવાનો રેકોર્ડ પતંજલી યોગપીઠના ત્રણ સાધકોએ સ્થાપિત કર્યો છે. જેમાં જયપાલ, ગોપાલ ડીંગી અને મોહન શંકરરાવ ઠાકરેએ સતત ત્રણ કલાક, ૩૩ મિનિટ અને ૩૩ સેકન્ડ સુધી શિર્ષાસન કરીને સંયુકત રીતે સૌથી લાંબો સમય શિર્ષાસન કરવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ સમય શીર્ષ પદ્માસન કરવાનો રેકોર્ડ બિહારના મધુબનીના રવિ જહાંએ કર્યો છે. તેમણે સતત ૪૦ મિનિટ સુધી શીર્ષ પદ્માસન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ત્રીજા વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક મિનિટમાં સૌથી વધુ પુશ અપ્સ કરવાનો રેકોર્ડ મધ્ય પ્રદેશના સતનાના ૧૭ વર્ષીય તરૂણ આમત્ય સિંહે પ્રસ્થાપિત કર્યો છે. તેમણે એક મિનિટમાં ૧૫૭ પુશઅપ્સ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter