અમદાવાદ: અમદાવાદના વાસણા અને પાલડીના કલગી ચાર રસ્તા પરથી મળેલી લાશના ટુકડાનો બેદ અંતે ક્રાઈમબ્રાંચે ઉકેલી દીધો છે. આંબાવાડીમાં રહેતા નિવૃત્ત એસટીા કલાસ ટુ અધિકારીએ જ પોતાના પુત્રની હત્યા કરી તેની લાસના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા, જેમાંથી વાસણામાં ધડ, કલગી ચાર રસ્તા પાસે બે પગ, જીએમડીએસી ગ્રાઉન્ડમાં હાથ અને માથું પણ વાસણામાં જ ફેંક્યું હતું. પિતાએ પુત્રની દારૂ, ગાંજો, ચરસ સહિતના નશાથી કંટાળી ગયા હતા. પુત્ર રોજ તેમની સાથે નશાની હાલતમાં આવીને મારામારી કરતો હોવાથી આવેશમાં આવીને તેણે પુત્રની દસ્તા વડે હત્યા કરી લાશના ટુકડા કરી નાખ્યા હતા. હત્યા કર્યા બાદ પિતાએ નાહી ધોઈને મંદિરના દીવા પત્તી પણ કર્યા હતા. ત્યારબાદ કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં જઈને ભગવાને પ્રાર્થના કરી પોતાની ભૂલની માફી પણ માગી હતી.
ક્રાઈમબ્રાંચમાં કબૂલાત કરતા આરોપી અને પુત્રના હત્યારા નીલેશ જોશીએ જણાવ્યું હતું કે, મારા 21 વર્ષના પુત્ર સ્વયંમને નશાની લત લાગી ગઈ હતી. તે દારૂ, ચરસ અને ગાંજાનો બંધાણી બની ગયો હતો. તે ડ્રગ્સના રવાડી ચડી ગયો હતો. નશો કરીને તે ઘરમાં ગાળાગાળી કરતો અને મારી સાથે મારમારી કરતો હતો. ઘણી વખત તો નગ્ન અવસ્થામાં ઘરમાં ફરતો હતો. મારું 22 લાખનું પેન્શન અને મારી એફડી પણ ઐયાસી કરવા પાછળ વાપરી કાઢી હતી. છતા પેસે પણ મને ભીખારી જેવો કરી દીધો હતો. ગત જુલાઈએ પણ સ્વયંમ નશો કરીને સવારે પાંચ વાગ્યે ઘરે આવ્યો અને જમવાનું માગ્યું. મેં કહ્યું અત્યારે જમવાનું કોઈ ન બનાવે તો ગાળાગાળી કરીને દીવાલ અને દરવાજામાં ફેંટો મારવા લાગ્યો. મારી તિજીરોનો પણ કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ મને પાવડાના લાકડાનો હાથો મારવા ગયો જેના સ્વબચાવમાં મેં તેને પેસાબ કરવાના ભાગે લાત મારી હતી. ઈજા થતાં તે પલંગ પર પડી ગયો હતો. આ દરમિયાન હું રસોડામાં જઈને દસ્તો લઈને આવ્યો અને તેને માથાના ભાગે આઠ ઘા માર્યા હતા. ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.
સાઇકોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે આરોપી ફિલીસાઇડ રોગથી પીડિત હોવો જોઈએ. ફિલીસાઈડ એવો રોગ છો કે, જેમાં સંતાનોની તેના માતાપિતા જ હત્યા કરે છે.


