ઊંઝામાં આશા પટેલ આણિ મંડળી નીતિન પટેલ તરફી

Wednesday 27th March 2019 07:25 EDT
 

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને રાજીનામું અપાવીને ભાજપમાં સામેલ તો કરી દીધાં છે, પરંતુ હવે તેના કારણે ભાજપનું જ ઘર સળગ્યું છે. ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં આશા પટેલને ટિકિટ આપવા સામે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા નારણ લલ્લુ પટેલે વિરોધ કર્યા બાદ તેમના જૂથને વધુ મજબૂત બનાવવા ઉંઝા પાસેની હોટેલમાં સમર્થકોની બેઠક મળી હતી બીજી તરફ આશા સમર્થકો સાથે નીતિન પટેલના શરણે આવ્યાં હતાં.
નારણ પટેલે ઊંઝા બેઠક પર દાવેદારી કરવાની સાથે તેમને ટિકિટ ન મળે તો સ્થાનિકને આપવાની રજૂઆત પણ તેમના સમર્થકો દ્વારા પ્રદેશ નેતાગીરીને પહોંચાડી છે. બીજી તરફ આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવતી વખતે અપાયેલા કમિટમેન્ટ મુજબ ભાજપ નેતાગીરી આશા પટેલને જ ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter