અમદાવાદઃ રાજ્યભરમાં નશીલા પદાર્થો પકડી પાડવા માટે એક મહિનાની ખાસ ડ્રાઈવ રખાઈ હતી. જેમાં કુલ ૭૨ ગુના શોધી કુલ રૂ. ૪.૩૯ કરોડની કિંમતના નશીલા પદાર્થ ઝડપી ૭૯ આરોપીની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ ૭મી ઓક્ટોબરે હતા. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નશીલા પદાર્થો અને સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડવા માટે પાંચમી સપ્ટેમ્બરથી ૪થી ઓક્ટોબર સુધી ડ્રાઇવનું આયોજન હતું. આ ડ્રાઈવમાં માદક પદાર્થોના ગુનામાં અગાઉ પકડાયેલા ૧૩ આરોપીઓની પીઆઈટી અને એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરાઈ હતી. અગાઉ પકડાયેલા રૂ. ૧૩.૪૧ લાખના માદક પદાર્થોનો કોર્ટની પરવાનગી લઈને નિકાલ અને નાશ કરવાની કાર્યવાહી પણ કરાઈ હતી.

