એક્ઝિટ પોલને ખોટા પાડી કોંગ્રેસ ૧૦થી વધુ સીટ મેળવશેઃ ચાવડા

Wednesday 22nd May 2019 06:59 EDT
 

વડોદરા: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકશાહી ચૂંટણીની મતગણતરી વચ્ચે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને કેન્દ્રમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે. ગુજરાતમાં પણ ૧૦થી વધુ સીટો આવશે. કાઉન્સિલર સ્વ. જીતેન્દ્ર ઠાકોરના બેસણામાં પ્રદેશ પ્રમુખ સહિત માજી ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના અગ્રણીઓ સમગ્ર રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત અંગે સર્વે કરી રહ્યા છે. જો સરકાર વહેલી તકે પાણી-ઘાસચારાનો પ્રશ્ન હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે.
પૂર્વ પ્રદેશ કોંગ્રસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં એનડીએ તરફી આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અટલ બિહારી વાજપેઈની સરકાર સમયે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર વિરુદ્ધ મતદાન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસની ૧૪થી વધુ સીટો આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter