અમદાવાદઃ સરકારી અને ગ્રાન્ડેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકની પસંદગી માટે યોજાયેલી એચ.ટાટ ગુજરાતી માધ્યમની પરીક્ષાનું ૧૬મી મેએ પરિણામ ૬૨.૩૨ ટકા જાહેર થયું હતું. જેમાં ગુજરાતી વિષયમાં ૮ હજાર ઉમેદવારો નાપાસ હતા. ૨૭ જાન્યુ.એ ગુજરાત પરીક્ષા બોર્ડે લીધેલી પરીક્ષામાં ૧.૮૬ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પહેલાં ૨૯ જુલાઈ, ૨૦૧૮ના રોજ પરીક્ષા લેવાઈ હતી, પરંતુ પેપર ફૂટી જતાં પરીક્ષા રદ થઈ હતી. ગુજરાતી માધ્યમમાં ૧૭ વિષયોના પેપર લવાયા હતા. પરીક્ષામાં ૬૫ હજાર ઉમેદવારો ગેરહાજર હતા. પર્શિયનમાં ૩, મરાઠીમાં ૪૩, પશુપાલન ૨૯, તામિલમાં ૩ ઉમેદવાર હતા. તામિલનું પરિણામ શૂન્ય રહ્યું હતું.

