એટીએમની આગમાં રૂ. ૧૬ લાખ બળીને ખાખ

Monday 06th July 2020 15:48 EDT
 

અમદાવાદ: એક્સ્પ્રેસ હાઈવે સામે ઇન્ડિયન બેન્કના એટીએમમાં છઠ્ઠીએ સવારે નવ વાગ્યે સોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જેમાં રૂ. ૧૬ લાખ બળીને ખાખ થઈ ગયા હતા અને રૂ. ૬ લાખની મશીનરી બળીને રાખ થઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને રૂ. ૧૦ લાખની કેશ બચાવી હતી. નોંધનીય છે કે એટીએમની બાજુમાં જશોદાનગર ઇન્ડિયન બેન્કની બ્રાંચ હોવાથી બેન્ક મેનેજર તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ટોળા ભેગા થયેલા લોકોને વિખેર્યા હતા. પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter