અમદાવાદઃ સરકારે ફોર્મ નંબર ૪૯ અને ૪૯-એમાં સુધારો કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ભારતમાં જે એનઆરઆઇ રૂ. ૨.૫૦ લાખનું વાર્ષિક ટ્રાન્ઝેકશન કરતા હોય તેમણે ૩૧મી મે, ૨૦૧૯ પહેલા પાન નંબર લઈ લેવો પડશે. સરકારે પાન નંબર ગાઇડલાઇનમાં નોટિફિકેશન કરીને સુધારો કર્યો છે.
આ પહેલાં જે વ્યક્તિને રૂ. ૩ લાખથી વધુ ટેક્સેબલ આવક થતી હોય તેમને જ પાન નંબર લેવાની જરૂર પડતી હતી. ઘણા કિસ્સામાં એનઆરઆઈને ચૂકવણી કરતી વ્યક્તિ ૨૦ ટકા ટીડીએસ કાપી લે તેવા વ્યવહારોમાં એનઆરઆઈને પાન નંબર લેવાની જરૂરિયાત ઊભી થતી નહોતી, પરંતુ સરકારે ૧૯ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નોટિફિકેશન બહાર પાડીને જે એનઆરઆઈ રૂ. ૨.૫૦ લાખથી વધારે ટ્રાન્ઝેકશન કરે તેવી વ્યક્તિઓ માટે પાન નંબર ૩૧ મે, ૨૦૧૯ પહેલાં મેળવવો ફરજિયાત કરાયું છે.

