એનઆરઆઈ સાથે રૂ. ૧.૮૮ કરોડની ઠગાઈ

Wednesday 27th June 2018 07:34 EDT
 

અમદાવાદઃ સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીયની બચતમૂડી કેમિકલના ધંધામાં રોકીને નફો આપવાની લાલચ આપીને ૧.૮૮ કરોડ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ખોટા દસ્તાવેજોના આધારે આ નાણાં પરત નહીં આપનારા દંપતીની સીઆઈડી ક્રાઈમે સોમવારે ધરપકડ કરી હતી. બળવંતરાય જૈને અમદાવાદમાં રહેતા સાળાને તેમની બચતના નાણાં રોકવા પાવર ઓફ એર્ટની આપી હતી. તેમના સાળાએ આ રકમ અંગે તેમના મિત્ર આલોક શાહને વાત કરતા તેમણે મહેશ મહેશ્વરી તથા તેમની પત્ની નમ્રતા મહેશ્વરી સંપર્કમાં આવ્યા હતા. દંપતીએ બળવંતરાયના પૈસાનું તેમના કેમિકલના ધંધામાં રોકાણ કરી તેમના સારું એવું વળતર મળશે તેવી બાંહેધરી આપી હતી. અમુલખ જૈનની વાતોમાં આવી બળવંતરાયની બચતની રકમ તેમના સાળાએ આપી હતી. આ રકમ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અમુલખ જૈને કંપનીના શેર ખરીદ્યા હતા અને તેના ઉપરથી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેમના નાણાં પોતાની પાસે લઈ લીધા હતા.
આ કેસમાં હાલમાં મહેશ મહેશ્વરી અને તેની પત્નીની હાલમાં ધરપકડ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter