એનઆરઆઈને રૂ. ૫૦ હજારથી વધુ કિંમતની ગિફ્ટ પર ટેક્સઃ પ્રોપર્ટી આપવા પર ઇન્કમટેક્સ

Wednesday 17th July 2019 07:05 EDT
 

અમદાવાદ: હવેથી ઇન્ડિયન રિસેડેન્સ બ્લડ રિલેટિવ સિવાયના કોઈ પણ એનઆરઆઇને રૂ. ૫૦ હજારથી વધારેની કિંમતની ગિફ્ટ આપે તો તે એનઆરઆઇએ ઇન્ડિયન ટેક્સેશન પ્રમાણે ઇન્કમટેક્સ ભરવો પડે છે. કેન્દ્ર સરકારના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ અમુક લોહીના સંબંધો સિવાયના એનઆરઆઇને ગિફ્ટ રૂપે અપાતી રકમ અથવા પ્રોપર્ટી ઉપર ભારતના ટેક્સ સ્લેબ મુજબ એનઆરઆઇએ ભરવાનો થશે.
અત્યાર સુધી એનઆરઆઇને આપવામાં આવતી કોઈ પણ પ્રકારની ગિફ્ટ એનઆરઆઇના કેસમાં કરમુક્ત હતી, પરંતુ આ છટકબારીને ધ્યાનમાં રાખી બજેટમાં બ્લડ રિલેશન સિવાયના કોઈ પણ એનઆરઆઇને આપવામાં આવતી ગિફ્ટ ઉપર ઇન્કમેટ્કસના સ્લેબ મુજબ ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી એનઆરઆઇની થશે.
ભારતમાં પણ બ્લડ રિલેશન સિવાયની ગિફ્ટ રૂ. ૫૦ હજાર ઉપર હોય તો ટેક્સ લાગુ પડે છે. જે અત્યાર સુધી એનઆરઆઇને મળતી ગિફ્ટ ઉપર પલાગુ પડતું ન હતું. જે કોઈ એનઆરઆઇ અત્યાર સુધી ઇન્ડિયન રિસેડન્ટ જેવા કે જમાઈ, કાકા-દાદાના દીકરા અને કાયદામાં આપેલા ૨૨ સંબંધીઓ ઉપરાંત આપવામાં આવેલી ગિફ્ટને હવેથી ટેક્સેબલ ગણાશે. એનઆરઆઇએ મળેલ ગિફ્ટને ડિક્લેર કરી અને તેના ઉપર જરૂરી ટેક્સ ભરવો પડશે.
ટ્રસ્ટને અપાયેલી ગિફ્ટ પણ ટેક્સેબલ
મિત્રો કે ટ્રસ્ટને અપાયેલી ગિફ્ટ હવેથી ટેક્સેબલ થશે. અત્યાર સુધી ઘણા લોકો આ કરમુક્તિનો ગેરલાભ લેતા હતા. જેવા કે ટ્રાન્સફર ઓફ ફંડ અને પ્રોપર્ટીની ઓનરશિપ મિત્રો અને સંબંધીઓને ટ્રાન્સફર કરી કરમુક્તિનો ગેરલાભ લેતા હતા. આ ટેક્સ ભરવાની જવાબદારી ગિફ્ટ લેનાર એનઆરઆઇએ ભરવી પડશે.
બોન્ડમાં કરેલા રોકાણ પર કરમુક્તિ
સરકારે એક તરફ એનઆરઆઇ પાસેથી ગિફ્ટ ઉપર ટેક્સની જોગવાઈ કરી છે જ્યારે બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એનરઆઇને આવકનો ભાગ આપવામાં આવે તેવા કિસ્સાઓમાં સરકારે કરમુક્તિ આપી છે.
વધારામાં એનઆરઆઇ દ્વારા ભારતીય કંપનીના બોન્ડમાં, ડેરિવેટિવ, જીડીઆર બોન્ડમાં કરેલા સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા રોકાણ પર ૧ સપ્ટેમ્બરથી કરમુક્તિ આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter