એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા

Wednesday 03rd July 2019 07:38 EDT
 

અમદાવાદઃ એનસીપીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ સાથે જ ગ્રામ્યથી લઈને પ્રદેશ સ્તરના એનસીપીના આખાય સંગઠનને વિખેરી નાંખવાનો ૨૮મીએ નિર્ણય પણ લેવાયો હતો. હવે ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરાશે તેમ જણાવાયું છે. એનસીપીએ જણાવ્યું  કે, રાજ્યમાં સબળ વિરોધ પક્ષની ભૂમિકા ઊભી કરવા સમગ્ર માળખું વિખેરીને તેની નવેસરથી રચના કરવા નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter