અમદાવાદ: જિલ્લામાં કોરોનાને કારણે અસંખ્ય લોકોના મોત નિપજ્યાં હતાં. સરકારે હજૂ સુધી તેનો સાચો આંકડો જાહેર કર્યો નથી. હાઇકોર્ટની ટકોર કરવા છતાં પણ સરકારે એફિડેવિટમાં મૃત્યુના સાચા આંકડા રજૂ કર્યા નથી. સરકારને અનુકૂળ હતા એટલા જ મોતના આંકડા બહાર પાડ્યા છે. અમદાવાદમાં એપ્રિલ-૨૦૨૦ના એક મહિનામાં ૩૦૭૭ મોત નોંધાયા હતા જ્યારે આ આંકડામાં એક વર્ષ બાદમાં એપ્રિલ-૨૦૨૧માં વધીને ૯૩૭૬ એટલે કે ૨૦૫ ટકાનો વધારો થયો હતો. એજ રીતે અમદાવાદ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૦ના એક મહિનામાં ૮૦૪માં મોત નોંધાયા હતા આ આંકડામાં એક વર્ષ બાદ એપ્રિલ-૨૦૨૧માં વધીને ૨૩૨૫ થયો હતો. એટલે કે ૧૮૯ ટકાનો મોતમાં વધારો થયો હતો.