સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાંથી સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઉતરાણ કરાવી આ સેવા ૧૬મીથી શરૂ કરવામાં આવી છે. આ સાથે સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસ નેટવર્કનું બારમા ક્રમનું ઇન્ટરનેશનલ ફ્લાઇટ એરપોર્ટ બન્યું છે. બોઇંગ ૭૩૭-૮૦૦ એરક્રાફ્ટ શારજહાં-સુરત સુધીની નોન-સ્ટોપ ઓપરેટિંગ સેવાઓ આપશે.
સુરત એરપોર્ટ પર ૧૬ ફેબ્રુઆરીની મધ્યરાત્રે ૧૨.૩૦ના એર ઇન્ડિયાની શારજહાંની ફ્લાઇટ આઇએક્સ-૧૭૨ લેન્ડ થઈ હતી. હાલ આઇએક્સ ૧૭૨ ફ્લાઈટનું શિડ્યુઅલ સોમવાર અને શનિવારના શારજહાંથી સુરત સાંજે ૭.૩૫ વાગ્યે ઉડ્ડનય કરશે. જે સુરતમાં બપોરના ૧૧.૪૫ના ઉતરાણ કરશે. આઇએક્સ ૧૭૨ સુરતથી શારજહાં મંગળવાર અને રવિવારના મધ્ય રાત્રે ૧૨.૩૦ના ઉડ્ડયન કરશે જે શારજહાં ૨.૧૫ વાગ્યે ઉતરાણ કરશે. ૧ એપ્રિલ, ૨૦૧૯થી એર ઇન્ડિયા એક્સપ્રેસ અઠવાડિયામાં ચાર સેવાઓ આપશે. શારજહાંથી સુરત મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના પ્લાઇટ રહેશે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર સુરતથી શારજહાંની ફ્લાઇટ રહેશે.


