અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૪મી જાન્યુઆરીએ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદથી દુબઈ માટે રવાના થશે અને ૧૫મીએ અમદાવાદ રિટર્ન આવશે એર ઇન્ડિયાના ડ્રીમ લાઈનર બોઈંગ ૭૮૭ એમએ ૨૩૮ ઇકોનોમિક પેસેન્જર અને ૧૮ બિઝનેસ ક્લાસ પેસેન્જરો મુસાફરી કરી શકશે. હાલ એર ઇન્ડિયા સિવાય કોઈને પરમિશન નથી. માત્ર એક ઇન્ડિયાને અમદાવાદ દુબઈ માટેની પરમિશન આપવામાં આવી છે સ્પાઈસ જેટની અમદાવાદની ફ્લાઈટ હાલ બંધ કરવામાં આવી છે. હાલ અમદાવાદ યુકેની ફ્લાઈટ ૨૪મી જાન્યુઆરી સુધી બંધ રહેશે.

