અમદાવાદઃ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ડાયરેક્ટ ફ્લાઈટ ૨૮મી ફેબ્રુઆરી સુધી સપ્તાહમાં એક જ વખત જશે. જોકે લંડનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન હોવાથી પેસેન્જર અને ફ્લાઈટની અવરજવર ઉપર પ્રતિબંધ હોવાથી માત્ર ઇન્ડિયાની ફ્લાઈટને જ મંજૂરી આપવામાં આવી છે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં એક વાર વાયા મુંબઈ અથવા દિલ્હી લઈને જશે. પ્લાઈટમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેમને પ્રાતમિકતા આપવામાં આવશે.
લંડનમાં હાલ સ્થિતિ ખરાબ હોવાથી મુસાફરોને તકલીફ હોવાથી એરલાઈન્સ એજન્સીઓ વધુ પેસેન્જરોને લઈ જઈ શકશે નહીં બીજી બાજુ અમદાવાદ બેંગલોર તથા દિલ્હી બેંગ્લોરની ફ્લાઈટને પણ
હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.


