એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ સવારે ૪.૪૦ને બદલે ૧૦ વાગે ઉપડી

Wednesday 16th October 2019 06:09 EDT
 

અમદાવાદઃ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઇ-૧૭૧માં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ ૧૩મી ઓક્ટોબરે ૫.૨૦ કલાક મોડી પડી હતી. ફ્લાઇટનો સમય સવારના ૪.૪૦ વાગ્યાનો હતો. પ્રવાસીઓને અલગ અલગ સમય જણાવ્યા બાદ અંતે ૧૦:૦૦ વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. એર ઇન્ડિયાની અમદાવાદ લંડનની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે આશરે ૧૫૦ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે મુસાફરો ફ્લાઇટના સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓને ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાની જાણ થઈ હતી. એરલાઇન્સે ટેકઓફ માટે બે વખત અલગ-અલગ સમય આપ્યા પછી પણ આટલો વિલંબ થતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થયા બાદ એરલાઇન્સ તરફથી ૧૦ વાગ્યાનો સમય જાહેર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter