એર કાર્ગો કોમ્પ્લેક્સમાં એક જ માસમાં ૧૮ ટન સોનાની આયાત!

Wednesday 14th December 2016 07:25 EST
 

અમદાવાદઃ કેન્દ્ર સરકાર ભલે માનતી કે નોટબંધીના કારણે લોકોએ રોકડના સ્વરૂપમાં પોતાનું કાળુ નાણુ ફેંકી દેવું પડશે, પણ હકીકતે તે બ્લેક મની બહુ ઝડપથી સોનાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ પર નવેમ્બર મહિનામાં કુલ ૧૮.૬ ટન સોનું આયાત થયું હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આયાતની માત્રા છેલ્લા ૨૦ મહિનામાં સૌથી વધુ અંકાઈ છે અથવા તો એપ્રિલથી ઓકટોબરના સાત મહિનામાં થયેલી કુલ આયાત કરતાં પણ તે વધુ આંકવામાં આવી છે.
અમદાવાદ મહાપાલિકામાં રૂ. ૨૫૨ કરોડ ટેક્સ જમા
દરમિયાન નોટબંધીને એક મહિનો પૂરો થયો છે ત્યારે આવશ્યક સેવાઓ લગતી સરકારી વ્યવસ્થાઓમાં જૂની નોટોમાં નાણાકીય લેવડદેવડને છૂટ અપાઈ હતી. તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની રૂ. ૨૫૨ કરોડની નોટો ટેક્સ પેટે જમા થઈ છે. ૩૦ દિવસમાં આટલી આવક મ્યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર શક્ય બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter