એર ફોર્સના હેલિકોપ્ટર્સે ૭૩ ફેરા કરીને ૧.૮૨ લાખ લીટર પાણીથી આગ બુઝાવી

Wednesday 19th April 2017 08:25 EDT
 
 

અમદાવાદઃ ઈન્ડિયન એર ફોર્સના ત્રણ હેલિકોપ્ટરોએ માઉન્ટ આબુના જંગલોમાં લાગેલી ભયંકર આગને બૂઝાવવા બે દિવસમાં ૭૩ ફેરા લગાવીને અંદાજે ૧.૮૨ લાખ લીટર પાણી રેડીને આગને કાબૂમાં લીધી હતી. માઉન્ટ આબુમાં ૧૫મી એપ્રિલે બપોરે ગુરુશિખરની ધારી, સનસેટ પોઈન્ટ, હનિમૂન પોઈન્ટ અને નકી લેક નજીક આગ પ્રસરી હતી. આ માટે રાજસ્થાન સરકાર તરફથી બચાવ કામગીરી માટે ઈન્ડિયન એર ફોર્સની મદદ મંગાઈ હતી અને ગાંધીનગરના સધર્ન વેસ્ટર્ન એર કમાન્ડે રાજસ્થાનના ફલૌદી અને ગુજરાતના જામનગરથી એમઆઈ ૧૭ વીએસ ૫ હેલિકોપ્ટરને કામે લગાડ્યા હતા.

વિંગ કમાન્ડર થીલગરામ એ સ્કવોડન લીડર પ્રવીણ તિવારીએ ૭૩ જેટલા ફેરા લગાવીને બામ્બી બકેટ વડે નકી લેકમાંથી પાણી ભરી ભરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. દાવાનળમાં વન્ય સંપત્તિ ઉપરાંત પશું-પક્ષીઓની જાનખુવારીની આશંકા સેવાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter