ગાંધીનગરઃ કેરળમાં નિપાહ વાઈરસને લઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાવચેતીના પગલારૂપે કેરળથી આવતી ફ્લાઇટ અને ટ્રેનના પ્રવાસીઓને સર્વેલન્સ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશનો ઉપર ક્વોર ટાઇન કરવામાં આવશે. તેના માટે રાજ્યના આરોગ્ય વિભાગે ટીમો પણ નિયુક્ત કરી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિયામક ગૌરવ દહિયાના કહેવા મુજબ ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાંય તકેદારીના ભાગરૂપે તમામ કેલકટર, ડીડીઓ, આરોગ્ય અધિકારીથી લઈને રાજ્યના પશુપાલન વિભાગને પણ નિપાહ વાઈરસને લઇને સજ્જ રહેવા એક માર્ગદર્શિકા મોકલાઈ છે.
વેકેશન ટાઈમમાં ઘણા ગુજરાતીઓ કેરળના પ્રવાસે હોઈ શકે છે. આથી ટૂર ઓપરેટર્સને પણ ત્યાંથી ફરીને આવી રહેલા પ્રવાસીઓમાં ઉધરસ, માથામાં દુખવો, સુસ્તી, માનસિક અસ્વસ્થતા, ખેંચ અને કોમા કે તાવની અસર ધરાવતા નાગરિકોના ટેસ્ટિંગ માટે સૂચના આપી છે.

