એરપોર્ટ ઓથોરિટીનું કબૂતર પકડવા આહવાનઃ ૧ના રૂ. ૧૦૦૦ ચૂકવશે

Wednesday 11th December 2019 05:38 EST
 

વડોદરાઃ રૂ. ૧૬૦ કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં ૧૬ કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે. વર્ષોના પ્રયાસ છતાં કબૂતર પકડવામાં અસફળ એરપોર્ટ અથોરિટીએ હવે શહેરના નાગરિકોને કબૂતર પકડવા આવાહન કર્યું છે. એક કબૂતર પકડવા રૂ. ૧૦૦૦ ચૂકવવા એરપોર્ટ ઓથોરિટીએ તૈયારી બતાવી છે. હરણી એરપોર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી એરપોર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે. જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે, પરંતુ તેમને બહાર કાઢી શકાતાં નથી. અંદાજે ૨૫ મીટર ઉપર રહેતાં કબૂતરને પકડવા પડકાર સમાન છે. કબૂતર ગમે ત્યાં ચરકે અને ગંદકી કરે છે. અવાજ કરે છે. જેથી એરપોર્ટ ઓથોરિટી પરેશાન છે. જો શહેરમાં કોઇને કબૂતર પકડતાં આવડતું હોય તો એરપોર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter