અમદાવાદ: એરપોર્ટ ઓથોરિટી દ્વારા લગેજ સ્કેનિંગ સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી હોવાના અહેવાલ છે. એરપોર્ટ પર કેમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સરે (સીટીએક્સ) યુક્ત નવી ઇન લાઇન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ (આઇએલબીએસ) લગાવાઈ રહી છે. આ નવી સિસ્ટમની સાથે બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ અપગ્રેડ કરાશે. રૂ. ૩૧ કરોડના ખર્ચે ડોમેસ્ટિક ટર્મિનલ પર એક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર બે આઇએલબીએસ લગાવશે. ડોમેસ્ટિક ટર્મિનલ પર ૩૧ જુલાઈ અને ઇન્ટરનેશનલ પર ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આ નવી સિસ્ટમ લગાવી દેવાશે.

