એરપોર્ટ પર પ્રવાસીઓને તેમનું લગેજ ઝડપથી મળી જશે

Thursday 22nd October 2015 08:39 EDT
 

એરપોર્ટ પર મોટાભાગના મુસાફરો લગેજની સમસ્યાની પરેશાન હોય છે. ઘણીવાર મુસાફર તો તેના મુકામે પહોંચી જાય છે પણ તેનું લગેજ સમયસર નહીં પહોંચ્યું હોવાની ફરિયાદ અવારનવાર સામે આવે છે. આ ફરિયાદના કાયમી ઉકેલ માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાઈ-ટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા મુસાફરોને તેમની બેગેજનું સચોટ લોકેશન મળશે.

અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા વર્ષના પ્રારંભે આ હાઈટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હાલ કોલકાતા, ચેન્નાઈ, એરપોર્ટ ખાતે આ પ્રકારની હાઈટેક બેગેજ મેનેજમેન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તેના વિશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘દરેક બેગેજમાં એક વિશેષ ટેગ લગાવવામાં આવશે. ટેગની વિશેષતા એ હશે કે તેમાં મુસાફરનું નામ અને તે ક્યાં જવાનો છે તેની માહિતી પણ હશે. આ ઉપરાંત એરપોર્ટમાં કેટલાક નક્કી કરવામાં આવેલા કર્મચારીઓને હેન્ડ હેલ્ડ ડિવાઈસ આપવામાં આવશે.

હેન્ડ હેલ્ડ ડિવાઈસ ધરાવતા કર્મચારીને મુસાફર તેનો ટિકીટ નંબર આપે એ સાથે જ તે પોતાનું લગેજ ક્યાં પહોંચ્યું તેની માહિતી મેળવી શકશે. આમ, મુસાફર માટે એક પ્રકારે આ વ્યવસ્થા ટ્રેકર જેવી કામગીરી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter