એરપોર્ટ પર બે વિમાનો ટકરાતાં બચ્યાં

Wednesday 01st March 2017 06:34 EST
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ૨૫મીએ રાત્રે ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ વચ્ચે અકસ્માત થતાં રહી ગયો હતો. રન-વે ઉપર સસલાં આવી જતાં બંને ફ્લાઈટ સામસામે થઈ ગઈ હતી. જોકે એટીએસની તકેદારીથી દુર્ઘટના ટળી હતી.
અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં બેંગલુરુથી આવેલી ઇન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એ જ સમયે એટીસીએ અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને ટેકઓફની મંજૂરી આપી દીધી હતી. જોકે સમય દરમિયાન ઇન્ડિગોની ફ્લાઈટ રનવેથી ટેક્સીવેમાં પ્રવેશે તે સમયે ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને સસલાં દેખાતા વિમાન રોકાયું હતું. તેણે આ અંગે એટીએસને જાણ કરીને વિમાનનો પાછળનો ભાગ રનવે પર હોવાનું એટીસીના કંટ્રોલરને ધ્યાને આવતાં ટેકઓફ કરતાં સ્પાઈસ જેટના વિમાનને અટકાવવા સૂચના આપી હતી. જેથી દુર્ઘટના ટળી હતી. ઘટના વખતે સ્પાઈસ જેટમાં ૧૪૨ પ્રવાસી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter