એરપોર્ટ પર હવે ટૂંક સમયમાં ઈનલાઈન લગેજનું થ્રીડી સ્કેનિંગ

Wednesday 16th October 2019 06:09 EDT
 

અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ શરૂ કરાશે. જેથી મુસાફરોને ચેક ઈન લગેજ સ્કેનિંગ મશીનમાં નહીં મૂકવું પડે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ દેશના કેટલાક ચુનંદા એરપોર્ટમાં ઇનલાઇન બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે તેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર નવી સિસ્ટમમાં ૩ડી ઇમેજિંગ ટેક્નિકનો ઉપયોગ કરાય છે. આ સ્કેનર દ્વારા મુસાફરની બેગનું હાઇ રિઝોશ્યુલન ૩ડી ઇમેજથી સ્કેન થઇ શકશે. કોઇ પ્રતિબંધિત વસ્તુ હશે તો તે સ્કેનિંગ મશીનથી તેની તુરંત જ જાણ થઇ જશે. આ ઇન લાઇન સ્કેનર્સમાં સિટી એક્સ રે અને સિટી સ્કેન સિસ્ટમ હશે. કોઇ પણ લગેજમાં પ્રતિબંધિત કે વિસ્ફોટક સામગ્રી હશે તો તે સિક્યુરિટી સ્ટાફ પાસે પહોંચી જશે. જ્યાં સિક્યુરિટી સ્ટાફ આ લગેજની ચકાસણી કરશે અને તે આ લગેજના મુસાફરને પણ ખુલાસો કરવા બોલાવી શકે છે.
આ સિસ્ટમ શરૂ થયા મુસાફરે માત્ર પોતાનું લગેજ ચેક ઈન કાઉન્ટરમાં આપીને બોર્ડિંગ પાસ લઇને સિક્યુરિટી ચેક માટે સીધા જવાનું રહેશે. આ નવી સિસ્ટમમાં ઓટોમેટિક ટેગ રીડર પણ હશે. જેનાથી લગેજ એરક્રાફ્ટ સુધી પહોંચે નહીં ત્યાં સુધી તેનું ટ્રેકિંગ થઇ થશે. આ સિસ્ટમ પાછળ અંદાજે રૂ. ૩૦ કરોડનો ખર્ચ થશે. આવતા મહિનાથી આ સિસ્ટમ શરૂ થાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter