અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા કેટલાક વર્ષમાં સોનાના દાણચોરો માટે ‘હબ’ બની ગયું હોય તેમ જણાય છે. ૨૦૧૫ના વર્ષમાં જ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ૪૮.૩૨ કિલોગ્રામ સોનું પહેલી જાન્યુઆરીએ જપ્ત થયું છે, જેનું મૂલ્ય અંદાજે રૂ. ૧૪.૨૫ કરોડ છે. અગાઉ ગત વર્ષે અમદાવાદ એરપોર્ટ ખાતેથી રૂ. ૫૪.૮૨ કિગ્રાનું અને રૂ. ૧૬ કરોડનું સોનું કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ખાતેથી અંદાજે રૂ. ૩૦ કરોડનું સોનું જપ્ત થયું છે.
- નકલી પાસપોર્ટ પર વિદેશ જતાં યુવક-યુવતી ડિપોર્ટ
ફેકપાસપોર્ટ અને ડોક્યુમેન્ટના આધારે વિદેશ જઈ રહેલા કલોલના ૩૫ વર્ષીય નિલેશ કાળાભાઈ પટેલ અને અમદાવાદ કૃષ્ણનગરમાં રહેતાં ૨૮ વર્ષીય દીપ્તિ ભગવાનભાઈ પટેલને અબુધાબી એરપોર્ટ પર ડિટેઈન કરી પરત અમદાવાદ ડિપોર્ટ કરાયાં હતાં. અમદાવાદ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે યુવક-યુવતીનો કબજો સરદારનગર પોલીસને આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

