અમદાવાદઃ એશિયન વોઈસના ન્યૂઝ એડિટર જોસેફ કુરિયન ABPL ઈન્ડિયા ઓફિસ સાથે આશરે 17 વર્ષના ઉલ્લેખનીય સેવાકાર્યકાળ પછી 28 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે અમદાવાદ ઓફિસમાં ઉષ્માપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સહકાર્યકરોએ તેમના યોગદાનને બિરદાવવા સાથે સંસ્મરણોને વાગોળ્યા હતા. ABPL ગ્રૂપ જોસેફભાઈને તેમની સમર્પિત સેવા બદલ હૃદયપૂર્વક બિરદાવે છે અને જીવનના આગામી પડાવમાં નિરામય સ્વાસ્થ્ય અને આનંદની શુભેચ્છાઓ પાઠવે છે.


