ભરૂચ: દહેજમાં ૫૦૮ એકરમાં પથરાયેલી અને રૂ. ૩૦ હજાર કરોડના મૂડીરોકાણની એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ ઓએનજીસી પેટ્રોએડિશન (ઓપેલ) કંપનીના વેરહાઉસમાં ૨૮મી એપ્રિલે બપોરે અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દહેજ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગુજરાત સ્થાપના દિનની તૈયારીઓમાં ગળાડૂબ રહેલા તંત્રએ ઓફસાઈડ ઈમર્જન્સી જાહેર કરી ૧૩થી વધુ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવી વિકરાળ બનેલી આગને કાબૂમાં લેવા મથામણ કરી હતી.
એક વર્ષ પહેલાની વડા પ્રધાનના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થયેલી ઓપેલ કંપનીના વેરહાઉસમાં આગ લાગતાં સત્તાધિશો સહિત કર્મચારીઓમાં ભાગડોદ મચી ગઈ હતી.

