ઐસી દિવાનગી દેખી નહીં કહીં...

શેઠ દંપતીએ એડિસનમાં ઘરઆંગણે ‘બિગ બી’ની પ્રતિમા સ્થાપી

Saturday 03rd September 2022 05:18 EDT
 
 

મુંબઇ: દાહોદના વતની પણ હાલ અમેરિકા સ્થાયી થયેલો ગુજરાતી પરિવાર અમિતાભ બચ્ચનનો એટલો દિવાનો છે કે ‘બિગ બી’ની વિશાળ પ્રતિમા તેમના ઘરના પ્રાંગણમાં મુકાવી છે. આ પ્રતિમા 75 હજાર ડોલર એટલે કે આશરે 60 લાખ રૂપિયાના ખર્ચે રાજસ્થાનમાં બનાવડાવી છે અને ત્યાંથી અમેરિકા મોકલવામાં આવી છે.
ગુજરાતના દાહોદના ગોપી શેઠ અને તેમના પત્ની રિંકુ શેઠ 1990ના અરસામાં દાહોદથી અમેરિકા પહોંચ્યા હતા. તેઓ ન્યૂ જર્સીમાં રહે છે. તેઓ અમિતાભના બહુ મોટા પ્રશંસક છે. તેઓ ‘બિગ બી એક્સ્ટેન્ડેડ ફેમિલી’ નામથી બચ્ચન ચાહકો માટેની વેબસાઈટ પણ ચલાવે છે.
શેઠ દંપતી તેમના ઘરના પ્રાંગણમાં આ પ્રતિમા સ્થાપી છે તેની જાણ અમિતાભ બચ્ચનને પણ થઇ છે. જોકે, અમિતાભે તેમને નમ્રતાપૂર્વક કહ્યું હતું કે મને આટલું બધું સન્માન ન આપવું જોઈએ.
જોકે, ગોપી શેઠનું કહેવું છે કે તેમના માટે અમિતાભ એક ઈશ્વર સમાન છે. અમિતાભ બચ્ચન સાથે ગોપી શેઠની મુલાકાત પ્રથમ વખત 1991માં ન્યૂ જર્સીમાં નવરાત્રિ સમારોહ દરમિયાન થઇ હતી. ત્યારથી તેઓ તેમના બહુ મોટા પ્રશંસક બની ગયા છે. તેમને અમિતાભનો સૌથી વધુ એ ગુણ સ્પર્શે છે કે તેઓ આમ આદમી સાથે પણ બહુ ગૌરવશાળી અને સન્માનીય રીતે વાત કરે છે.
તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી શોમાં દરેક સ્પર્ધકને એકદમ હળવાશનો અનુભવ કરાવે છે. આથી જ શેઠ દંપતીએ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’માં જે અંદાજમાં બેસે છે તે જ પોઝમાં તેમની મૂર્તિ ખાસ તૈયાર કરાવી છે. એક ખાસ ગ્લાસ બોક્સમાં આ પ્રતિમા મુકવામાં આવી છે. અને મૂર્તિનું અનાવરણ કરાયું ત્યારે વિશેષ આતશબાજીનું પણ આયોજન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter