અમદાવાદઃ સ્ટેટ જીએસટીએ રાજ્યમાં ઓઈલ મિલરો- વેપારીઓના રૂ. ૧ હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બોગસ બિલિંગના વ્યવહારો અને રાજ્ય બહારથી ખરીદી કર્યાના બોગસ બિલો રજૂ કરીને ઇટપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ પકડાયું છે. સ્ટેટ જીએસટીની ઇન્વેસ્ટીગેસિંગ વિંગે ગોંડલમાં ૨૬, ડીસા, ઊંઝા, પાટણ અને મહેસાણાં ૧૫ સહિત ૫૬ સ્થળે એક સાથે દરોડા પાડ્યા હતા.
ખુશીયા ઇન્ડસ્ટ્રીઝ રસાણા, ડીસાએ રૂ. ૨૦ કરોડની ખોટી વેપાર શાખ મેળવી હતી. રાજ્યમાં રાઈસબ્રાન ઓઈલ, કેસ્ટર ઓઈલ અને મસ્ટર્ડ ઓઈલનાં વેપારીઓ દ્વારા બોગસ બિલો અને વ્યવહારો મારફતે કરોડોની ટેક્સ ચોરીમાં ઊંજા, ડીસા, ગોંડલ, સુરત, મહેસાણા, સહિત ઓઈલ મિલરો, વેપારીઓ, બ્રોકર્સ, ટ્રાન્સપોર્ટ્સ પર રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.

