અમદાવાદઃ રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે બ્લુ કલરનું એપ્રન ફરજિયાત પહેરવાનો નિયમ સરકારે અમલી બનાવ્યો છે. આ નિર્ણયનો વિરોધ નોંધાવતા રિક્ષા ડ્રાઇવર એસોસિએશને ૧૪મી જુલાઈએ જણાવ્યું છે કે, લોકડાઉનના લીધે ત્રણ મહિના કામકાજ બંધ રહ્યું હોવાથી આર્થિક સ્થિતિ ખરાબ છે. કોઇ પણ વધારોનો ખર્ચ નહીં કરીએ. રિક્ષા ડ્રાઇવર એસોસિએશને કહ્યું કે, લોકડાઉનમાં ત્રણ મહિના રિક્ષા ડ્રાઇવરો ઘરે બેસી રહ્યા હતા. સરકારે કોઇ આર્થિક મદદ કરી નથી. હવે અચાનક ફરજિયાત ડ્રેસકોડ લાગુ કરતાં આ ખર્ચ પોષાય તેમ નથી. આ સાથે રિક્ષાચાલકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.