અમદાવાદઃ ઓઢવ નારીસંરક્ષણ ગૃહમાંથી ૨૯મી જુલાઈએ રાત્રે એક સાથે ૧૪ સગીરાઓ ભાગી જતાં પોલીસ તેમજ સંરક્ષણ ગૃહમાં દોડધામ મચી ગઈ હતી. આ તમામ સગીરાઓએ પૂર્વ યોજના અનુસાર ઝઘડો કરતાં મહિલા સુરક્ષાકર્મી જયાબહેન પટેલ પહેલા માળે દોડી ગયા હતા. જ્યાં સગીરાઓએ તેમને બંધક બનાવી માર મારી અને આંખમાં મરચાંની ભૂકી નાંખી ચાવીનો ઝૂડો લઈને મેઇનગેટથી ફરાર થઈ ગઈ હતી. જે પૈકીની છ સગીરાઓને પોલીસે શોધી કાઢી હતી. જ્યારે આઠ સગીરાઓને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભાગી ગયેલી સગીરાઓમાં ચાર બાંગ્લાદેશની હતી.


