ઓનલાઇન મતદાર નોંધણીઃ અમદાવાદે વિશ્વવિક્રમ નોંધાવ્યો

Wednesday 17th April 2019 07:52 EDT
 

અમદાવાદઃ શહેરમાં ૨૧ વિધાનસભા મતક્ષેત્રમાં નવા મતદાર બનવા માટે એક જ દિવસમાં અને તે પણ પાંચ કલાકમાં જ ૭,૫૦૦ ઓનલાઇન નોંધણી થવા પામી હતી. નવા મતદાર તરીકેની ઓનલાઇન નોંધણીની બાબતમાં આ ઘટના વિશ્વમાં પ્રથમ વખત બનવા પામી છે. આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગત ૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક દિવસીય ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આ રેકોર્ડ બન્યો હતો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં કલેક્ટરને આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે વર્ષ દરમિયાન ચૂંટણીકાર્ડને લગતી કામગીરી ચાલતી જ રહેતી હોય છે, પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે આ પ્રક્રિયા વધુ ગતિ પકડતી હોય છે. સામાન્ય રીતે લેખિતમાં અરજી ફોર્મ ભરીને કે જે તે સરકારી કચેરીએ ચૂંટણીકાર્ડને લગતા સુધારાવધારા તેમજ નવા કાર્ડ માટે અરજી કરાતી હોય છે. હવે ઓનલાઇન અરજી કરવાનું ચલણ વધી રહ્યું છે. વહિવટી સરળતા અને કામના ઝડપી નિકાલ માટે તે અત્યંત મહત્વનું બની રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter