ઓપાલ પ્લાન્ટથી વધુ ૪૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે

Friday 10th March 2017 04:54 EST
 

વડોદરાઃ ઓએનજીસી ઓપાલ (ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ)નો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ઓએનજીસીના સૂત્રોનું કહેવું હતું કે આ કંપનીની સ્થાપના ૧૫ નવેમ્બર ૨૦૦૬ના રોજ કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં લગભગ રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરાયું છે. ઓપાલ પ્લાન્ટના કારણે અન્ય વ્યસાયોને વેગ મળશે અને વધુ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના આડકતરા મૂડીરોકાણનું સર્જન થશે. તેના કારણે ૨૦૦૦૦ લોકોને રોજગારી મળશે.

ઓપાલમાં ગેઈલ અને જીએસપીસીનો પણ સ્ટેક છે. ભારતનો આ સૌથી મોટો પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ છે. ઓપાલમાં વાર્ષિક ૧૪ લાખ મેટ્રિક ટન પોલીમર્સ તેમજ પાંચ લાખ ટન બેન્ઝિન, બ્યુટાડાઈન ઉત્પાદન શક્ય બનશે. ઓપાલનું ૧.૨૮ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું વેરહાઉસ ભારતનું સૌથી મોટું વેરહાઉસ છે. ઓપાલ પ્લાન્ટના કારણે ૩૨૦૦ જેટલા કર્મચારીઓ સીધી રોજગારી મળી રહી છે.

ઓએનજીસીના સૂત્રોના કહેવા પ્રમાણે આ પ્લાન્ટના કારણે દેશના પોલીમર સેક્ટરમાં ઓપાલનો હિસ્સો ૨૦૧૮માં વધીને ૧૩ ટકા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter